ચલા ખાતે વાપી મહાનગરપાલિકા હસ્તકનું સ્વિમિંગ પુલ જનતા માટે ઉપલબ્ધ।

વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને આરોગ્યપ્રદ, સુલભ અને રમતીયાળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સતત પ્રયાસોના ભાગરૂપે, ચલા ખાતે સ્વામિનારાયણ સ્કૂલ નજીક આવેલ વાપી મહાનગરપાલિકા હસ્તકનું સ્વિમિંગ પૂલ મરામત અને રેનોવેશન બાદ જાહેર જનતા માટે કાર્યરત કરવામાં આવેલ છે. આ સ્વિમિંગ પૂલનો મુખ્ય હેતુ શહેરના નાગરિકો, યુવાનો અને બાળકોને ઓછી અને સહાયિત ફી પર ઉત્તમ સ્વિમિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.

ચલા ખાતે આવેલ જાહેર સ્વિમિંગ પૂલની કામગીરી અને જાળવણી વાપી મહાનગરપાલિકાની દેખરેખ હેઠળ નિમણૂક કરાયેલ એજન્સી દ્વારા કરવામાં આવશે, જેથી નાગરિકોને સુરક્ષિત અને સ્વચ્છ સુવિધા મળી રહે.

આ સ્વિમિંગ પૂલનો લાભ સામાન્ય જનતા સહિત સ્વિમિંગ શીખવા ઇચ્છુક બાળકો તથા પ્રોફેશનલ સ્તરે પ્રેક્ટિસ કરતા સ્વિમર્સને પણ થશે. આ સુવિધા જાહેર ઉપયોગ અને સ્વિમિંગ તાલીમ બંને હેતુઓ માટે કાર્યરત છે, તેમજ જરૂરી ટ્રેનર, ઓપરેશન સ્ટાફ. સુરક્ષા અને જાળવણીની વ્યવસ્થા રાખવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે।

વાપી મહાનગરપાલિકા દ્વારા આ સ્વિમિંગ પૂલ સુવિધા સામાન્ય જનતાને ન્યૂનતમ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી તમામ વર્ગના નાગરિકો તેનો લાભ લઈ શકે. ફીનું ધોરણ અભ્યાસ કરતાં ૧૮ વર્ષથી નીચેનાં બાળકો માટે માસિક ફક્ત ૩૦૦/- રૂ. તથા ૧૮ વર્ષથી ઉપરનાં માટે માસિક ફક્ત ૬૦૦/-રૂ. નું ધોરણ નક્કી કરવામાં આવેલ છે.

વાપી મહાનગરપાલિકા શહેરના નાગરિકો, વાલીઓ, બાળકો, યુવાનો તથા રમતગમતપ્રેમીઓને આ જાહેર સ્વિમિંગ પૂલની સુવિધાનો લાભ લેવા અનુરોધ કરે છે. જાહેર આરોગ્ય, શારીરિક તંદુરસ્તી, રમતગમત પ્રત્યે રુચિ, બાળકો અને યુવાનોના શારીરિક વિકાસ તથા સ્વિમિંગ તાલીમને પ્રોત્સાહન આપવા આ સુવિધા મહત્વપૂર્ણ સાબિત થશે।

Post a Comment

Previous Post Next Post