પુષ્પગુચ્છના બદલે નોટબુક સ્વીકારી સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું: નોટબુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અપાશે।
*વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ગતરોજ સર્વાનુમતે ચૂંટાયેલા શ્રીમતી હેતલબેન જીતેશભાઈ પટેલે આજરોજ વલસાડ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લીધો છે. બપોરે ૧૨.૩૯ કલાકે વિજયી મુહૂર્તમાં તેમણે મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રમુખપદની ખુરશી ગ્રહણ કરી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો,આ ગરિમામય પ્રસંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, લોકસભાના દંડક અને વલસાડ-ડાંગ વિસ્તારના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ તેમજ નવનિયુક્ત પ્રમુખના પરિવારજનો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીમતી હેતલબેન પટેલને નવીન ઇનિંગ્સ માટે શુભકામનાઓ પાઠવી હતી*
*સેવા અને શિક્ષણનો અનોખો સમન્વય: 'નોટબુક' સ્વીકારવાનો આગ્રહ*
*પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના પ્રેરક પ્રયોગો અને સેવાકીય અભિગમને અનુસરીને નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલે સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમણે પોતાનો પદભાર સંભાળતી વખતે શુભેચ્છા પાઠવવા આવનાર તમામ કાર્યકરો, સ્નેહીજનો અને નાગરિકોને પુષ્પગુચ્છ (બુકે) ના બદલે માત્ર 'નોટબુક' આપવા આગ્રહભરી અપીલ કરી હતી*
*શુભેચ્છામાં મળનારી આ તમામ નોટબુક્સ જિલ્લાના જરૂરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી શિક્ષણના યજ્ઞમાં નાનું પણ મહત્વનું યોગદાન આપી શકાય,શ્રીમતી હેતલબેન પટેલ (પ્રમુખ, વલસાડ જિલ્લા પંચાયત)*
*આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઇ પટેલ,શ્રી નિખિલભાઈ ચોકસી,વલસાડ તાલુકાના પ્રભારી શ્રી શીલપેશભાઈ દેસાઈ,સહિત સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા,પ્રમુખશ્રીના આ નવતર અને સંવેદનશીલ અભિગમને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને પદાધિકારીઓએ બિરદાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો અને શુભચિંતકોએ ઉપસ્થિત રહી નવીન સંગઠનને શુભેચ્છાઓ પાઠવી હતી।
Tags
@