ઘોઘલા વિસ્તારમાં માછીમાર ભાઈઓ માટે યોજાયો વિશેષ માર્ગદર્શન કેમ્પ।

આજે તા. 23.05.2026 ના રોજ સવારે 10:00 કલાકે ઘોઘલા, દીવ ખાતે Fishermen Shed માં માછીમાર ભાઈઓ માટે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિશેષ બેઠક અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં ભારત સરકારના સંબંધિત મંત્રાલય તથા NFDB (National Fisheries Development Board) ના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા અને માછીમાર ભાઈઓને વિવિધ યોજનાઓ, સહાય, સબસિડી, વીમા તથા સરકાર દ્વારા મળતા લાભોની વિગતવાર માહિતી આપવામાં આવી.

સાથે સાથે યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો, અરજી કરવાની પ્રક્રિયા તથા ઓનલાઈન/ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેની પણ વિગતવાર સમજ આપવામાં આવી.

ઘોઘલા વિસ્તારના મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓએ ઉપસ્થિત રહી આ મહત્વપૂર્ણ કાર્યક્રમનો લાભ લીધો.

- મહત્વપૂર્ણ સૂચના: જે માછીમાર ભાઈઓ આજે હાજર રહી શક્યા નથી, તેમના માટે આવતી કાલે તા. 24.05.2026 ના રોજ પણ ઘોઘલા ખાતે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ માછીમાર ભાઈઓને વિનંતી છે કે આ કેમ્પનો અવશ્ય લાભ લો।

Post a Comment

Previous Post Next Post