નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ ટેક્સ પર GJ-21 એટલે કે નવસારી જિલ્લાના તમામ વાહનો પર ટોલ ટેક્સ લેવાનું ૧લી તારીખથી નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ આદરણીય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીજીને પત્ર લખ્યા બાદ અને બીજા પણ ના કર સમિતિ જેવા ખેડૂતોએ પણ એનો વિરોધ કર્યો હતો, કલેકટરને મળ્યા હતા. અને અમારા આંદોલન કરીશું એવી ચીમકીના કારણે આજે ટોલ ટેક્સ લેવાનું બંધ કરવામાં આવ્યું છે ગઈકાલથી. અને અમે એના માટે કેન્દ્રીય મંત્રીનો આભાર પણ માનીએ છીએ. પરંતુ જો GJ-21 વાળા નવસારીના જિલ્લાના વાહનો પર ટોલ ટેક્સ લેવામાં આવશે, તો ફરી અમે અમારું આંદોલન કરીશું. પરંતુ અત્યારે જે મોકૂફ રાખ્યું છે તે બદલ સૌનો આભાર।
