વાપી ડેપો ના ફરજ બજાવતા કર્મચારી શ્રી કાદિરમીયા સિંધી ડ્રાઈવર બેઝ ન 2107 તેમજ પાણીવાળા હંસાબેન પટેલ વય મર્યાદા ના કારણે નિવૃત થઈ રહેલ છે જેમનો વિદાઈ સમારંભ વાપી ડેપો ના ડેપો મેનેજર જયદીપ માંહલા સાહેબ ના પ્રમુખ શ્રી ના વડપણ હેઠળ રાખવામાં આવેલ જેમાં કર્મચારી મંડળ વલસાડ વિભાગ ના મહામંત્રી શ્રી ધનસુખ પટેલ.ક્રેડિટી સોસાયટીના મંત્રી રજની પટેલ હેડ મીકેનિક રમેશ પટેલ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અરુણ પટેલ વાપી ડેપો ના સોસાયટી ડિરેક્ટર શ્રી નિર્મલ પટેલ ટ્રાફિક. કન્ટ્રોલર ભરત બારી.શૈલેષ બારી.ઈલેશ પટેલ તેમજ અનેક કર્મચારી હાજર રહ્યા હતા અનેક નિવૃત કર્મચારી પણ વિશેષ હાજર રહી નિવૃત કર્મચારી ને પુષ્પ ગુચ્છ આપી હારતોરા કરી તેમનું શેષ જીવન .સુખમય.તંદુસ્તીમય તેમજ ભક્તિમય નીવડે એવી શુભેચ્છા પાઠવી હતી કર્મચારી મંડળ ના મહામંત્રી અને ધનસુખ પટેલ અને રજની પટેલ સોસાયટી ના મંત્રી દ્વારા ચેક નું વિતરણ કરવામાં આવેલ જ્યારે આભાર વિધિ ભરતભાઈ બારી દ્વારા કરવામાં આવેલ।
આજ રોજ વાપી ડેપો ના કર્મચારી નો વિદાય સમારંભ યોજાયો।
byYashbir Singh
-
0