નિરંકારી સતગુરુના ઉપદેશોથી પ્રેરિત થઈ,ભિલાડમાં ૧૬૬ નિરંકારી ભક્તોએ કર્યું રક્તદાન।

ભિલાડ, 7 જૂન, 2026: નિરંકારી સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજના દિવ્ય ઉપદેશોથી પ્રેરિત થઈને ભિલાડમાં ૧૬૬ નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું. નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ 7 જૂન, રવિવારના રોજ ભિલાડ સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન પર આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તથા વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા ૧૬૬ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.

 ઉલ્લેખનીય છે કે સંત નિરંકારી મિશન દ્વારા સુરત ઝોનમાં સતત રક્તદાન શિબિરોનું આયોજન કરીને શહેરમાં રક્તની અછતને દૂર કરવા સાર્થક પ્રયાસો કરી રહ્યું છે.
 
 આ રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રી ઓન્કાર સિંહ જી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમને કહ્યું કે રક્તદાન એક મહત્વપૂર્ણ અને જીવનદાયી કાર્ય છે. જે ઘણા લોકોનાં જીવ બચાવવામાં મદદ કરે છે. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન આવા શિબિરોનાં માધ્યમથી સમાજમાં સકારાત્મક પ્રભાવ પાડે છે અને લોકોને રક્તદાન જેવા મહત્વપૂર્ણ કાર્યમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે.

આ અવસરે વાપી સેક્ટર સંયોજક, ઉમરગાંવ સેક્ટર સંયોજક, સોશ્યલ વેલ્ફેર કોઓર્ડિનેટર તથા અન્ય બ્રાંચોના મુખી પણ ઉપસ્થિત રહ્યા હતા. સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન ના સ્વયંસેવકો અને સેવાદળ ના ભાઈ બહેનો અને સેવાદળ અધિકારીઓ ના સહયોગ થી આ રક્તદાન શિબિરનુ સફળ આયોજન સંમ્પન થયું।

Post a Comment

Previous Post Next Post