વાપી મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે ૧૧ ગામ સહીત તમામ મિલકત ધારકોના વેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને ગત વર્ષ કરતા ઓનલાઈન વેરો ભરવામાં ૧% વળતર વધુ હોવાથી પ્રથમ દિવસે રૂ.૮૭.૬૬ લાખનો વેરો જમા થયો હતો. વાપી મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે જૂન માસમાં પ્રોપર્ટી ટેક્ષમાં ૫% રિબેટ અને વેબસાઈટથી ઓનલાઈન ભરવાથી વધુ ૧% મળી શિક્ષણ ઉપકર સિવાયની રકમ પર કુલ ૬% રીબેટની યોજના અમલમાં હોવાથી એક સપ્તાહમાં ૯૯૪૪ મિલકત ધારકોએ રૂ.૪.૦૪ કરોડનો વેરો જમા કરાવી રૂ.૧૯.૫૯ લાખનું રિબેટ મેળવ્યું હતું. પ્રથમ સપ્તાહમાં ૪૮% મિલકત ધારકોએ વેબસાઈટથી ઓનલાઈન વેરો ભર્યો હતો. જુલાઈ માસથી માત્ર વેબસાઈટથી ઓનલાઈન વેરો ભરનારને ૧% રિબેટ આપવામાં આવશે. જુન માસમાં વેબસાઈટથી ઘર બેઠા ઓનલાઈન વેરો ભરવાથી કુલ ૬% સુધીનો લાભ મળતો હોવાથી લાભ લેવા ઘરવેરા વિભાગની યાદીમાં જણાવાયું છે।
વાપી મહાનગરપાલિકા વિસ્તારના મિલકતધારકો જુન માસની પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજનાનો ઉત્સાહથી મોટી સંખ્યામાં લાભ લઇ રહ્યા છે. પ્રથમ સપ્તાહમાં ૧૦ હજાર જેટલા મિલકત ધારકોએ રૂ.૪.૦૪ કરોડનો વેરો ભર્યો છે।
byYashbir Singh
-
0