શ્રીમતિ કે. આર. દેસાઈ કોલેજ ઓફ પીટીસી, વાપીનું ડી. એલ. એડ. પ્રથમ વર્ષનું 100% પરિણામ।

શ્રીમતી કે. આર. દેસાઈ કોલેજ ઓફ પીટીસી, વાપી અંતર્ગત પ્રથમ વર્ષ ડી.એલ. એડ ના વિદ્યાર્થીનીઓએ શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ વાર્ષિક પરીક્ષામાં 100% પરિણામ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે.
જાહેર થયેલ પરિણામમાં પટેલ વિરેશ્વરીએ 85.67% સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. કટારીયા કિંજલ અને ગાંવિત નેહલએ 85.22% સાથે સંયુક્ત રીતે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે પટેલ સિદ્ધિએ 83.28% સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
વિદ્યાર્થીઓની આ સફળતા પાછળ પી.ટી.સી કોલેજના આચાર્ય સરોજબેન પટેલ તથા પ્રાધ્યાપક કુંજલ ટંડેલના સતત માર્ગદર્શનની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. 
વિદ્યાર્થીઓની આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ તેમજ સર્વ પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવી તેમજ ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી।

Post a Comment

Previous Post Next Post