શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન સંચાલિત શ્રી એલ.જી.હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલ દ્વારા સ્વાતંત્રતા દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી વિરેન્દ્ર પટેલ ( ચેરમેન, જાગૃતિ એન્ટરપ્રાઇઝ ) ઉપસ્થિત રહ્યા હતા. અને કેશવજી મેઘજી ગોસરાની અતિથિ વિશેષમાં, શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ.કે. શાહ, શાળાના એસએમસી ચેરમેન શ્રી ઉજ્જવલ શુક્લા. સન્માનિત અતિથિ શ્રી રાજેન્દ્ર મારવાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મુખ્ય અતિથિ ના વરદ હસ્તે ધ્વજવંદન દ્વારા કરવામાં આવી. શાળાના આચાર્ય શ્રીમતી બીની પૌલ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વાતંત્રતા દિવસ નિમિત્તે નાના ભૂલકાઓદ્વારા નૃત્ય પ્રસ્તુતકરવામાં આવ્યું સાથે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા “ભારત કી બેટી”થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. અંતે શાળાના મેનેજમેન્ટ અને આચાર્યાં શ્રીમતી બીની પૌલ એ કાર્યક્રમની સફળતા બદલ સૌને અભિનંદન પાઠવ્યા।
Tags
@#