વાપી: આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજ અંતર્ગત આવેલી આર. કે. દેસાઈ અચ્છારીવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઈડ સાયન્સિસ તથા આર. કે. દેસાઈ કોલેજ ઓફ સાયન્સ, વાપી દ્વારા એન્ટી-રેગિંગ વીકની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓમાં રેગિંગ વિરોધી જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંતર્ગત BCA વિભાગ દ્વારા “If you see ragging, what will you do?” થીમ પર રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને અભિનય દ્વારા રેગિંગ વિરોધી સંદેશ રજૂ કર્યો હતો.
તે ઉપરાંત આર. કે. દેસાઈ કોલેજ ઓફ સાયન્સ દ્વારા **“Understanding Boundaries – An Interactive Anti-Ragging Awareness Quiz”**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્વિઝમાં વિદ્યાર્થીઓએ રેગિંગ સંબંધિત નિયમો, જવાબદારી અને સુરક્ષિત કેમ્પસ અંગે જાગૃતિ મેળવી હતી. ક્વિઝમાં સંજીવ યાદવ, ચિંતન પટેલ, આયશા પંચાલ અને શ્રેયા સિંહએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.
સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રેગિંગ સામે જાગૃતિ, જવાબદારી અને હિંમત કેળવવાનો હતો તથા રેગિંગ સામે મૌન ન રહેવા માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રીમતી નેહા પટેલ, શ્રીમતી તૃષા દેસાઈ તથા શ્રી અભિષેક પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડિરેક્ટર ડૉ. મિત્તલ શાહ તથા આર. કે. દેસાઈ કોલેજ ઓફ સાયન્સના I/c પ્રિન્સિપાલ શ્રીમતી સુરભી ચૌધરી દ્વારા આયોજકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Tags
@#