વાપીની શ્રી એલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલમાં 22મી સપ્ટેમ્બર 2026 ના રોજ સીબીપી સીઓઈ ટીચર્સ ટ્રેનિંગ “ USE OF ARTIFICIAL INTELLIGENCE IN CLASS ROOM “ વિષય પર આયોજિત કરવામાં આવી હતી. શ્રી પ્રવીણ સુબ્રમણ્યમ અને શ્રીમતી સુલોચના સોલંકી( રિસોર્સ પર્સન ફ્રોમ સીબીએસઈ ) આવ્યા હતા. આ ટ્રેનિંગમાં શાળાના 60 શિક્ષક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. ટ્રેનિંગનો શુભારંભ મંગલમય પ્રાર્થના દ્વારા થયો હતો, ત્યારબાદ શાળાના આચાર્ય શ્રીમતી બિન્ની પૌલ તેમજ એચ આર શ્રી વિજય રાઉન્ડલ તથા ઉપસ્થિત રિસોર્સ પર્સન સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. ટ્રેનિંગ કુલ ત્રણ ભાગમાં કરવામાં આવી હતી, સૌ શિક્ષકોએ શાળાના શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા એચ. આર.શ્રી વિજય રાઉન્ડલનો આ સુંદર આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો।
Tags
@#