KBS અને નટરાજ કોલેજની બે વિદ્યાર્થીનીઓની 'ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી ચેસ ચેમ્પિયનશિપ' માટે પસંદગી।

વાપી: અત્રે વાપીની ચણોદ કોલોની સ્થિત KBS એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજની બે પ્રતિભાશાળી મહિલા ચેસ ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાની 'ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી ચેસ (મહિલા) ચેમ્પિયનશિપ'માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલી ખેલાડીઓમાં જ્યોતિ ગઢવી (M.Com. ભાગ-૨) અને દિવ્યા દાસ (F.Y.B.Com.)નો સમાવેશ થાય છે. આ બંને વિદ્યાર્થીનીઓ રાજસ્થાનની JJT યુનિવર્સિટી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં VNSGUનું પ્રતિનિધિત્વ કરશે. આ પસંદગી વિદ્યાર્થીનીઓ અને કોલેજ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. તેમની સફળતા ચેસની રમત પ્રત્યેની તેમની નિષ્ઠા, સખત મહેનત અને સમર્પણભાવને દર્શાવે છે. દરેક ખેલાડીમીત્રોને તાલીમ તેમજ માર્ગદર્શન રમત-ગમતના મદદનીસ પ્રાધ્યાપક ડૉ. મયુર પટેલ તેમજ રમતના સહાયક શ્રી રોહિત સિંહ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી. ચૌહાણ, મેનેજમેન્ટ , અધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જ્યોતિ ગઢવી અને દિવ્યા દાસને તેમની પસંદગી બદલ અભિનંદન પાઠવ્યા હતા અને આગામી રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં તેમની સફળતા માટે શુભેચ્છાઓ આપી હતી।

Post a Comment

Previous Post Next Post