વાપી, તા. 3 મે 2026 : શ્રી એલ. જ઼ી.હરિયા સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન " એલ્યુમની વેલ્ફર" દ્વારા ક્રિકેટ પ્રેમીઓ માટે" હરિયા પ્રીમિયર લીગ4.0" નો આયોજન કરવામાં આવ્યું હતું।

ટુર્નામેન્ટનું આ વર્ષ ચોથું સંસ્કરણ છે. આ ટુર્નામેન્ટ શ્રી એલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલનાંમેદાનમાં ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ મળીને કુલ 8 ટીમો બનાવીક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી.2026 શ્રી એલ જી હરિયા નું "રૂબી જ્યુબલી " વર્ષની ઉજવણી પણ થઈ રહી છે તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની આ ટુર્નામેન્ટ પણ "રૂબી જ્યુબલી"નાં ભાગ રૂપે જોવા મળી.આ ખાસ દિવસે ઉપસ્થિત એવા શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ ઉપસ્થિત રહ્યા હતા,તથા, શ્રી રમેશશાહ , તુષારશાહ તથા અન્ય બીજા મહાનુભાવોએ પણ એમનો સમય ફાળવીને હાજરી આપી હતી. 
HPL- સીઝન 4- ચેમ્પિયન્સ અને એવોર્ડ સેલિબ્રેશન.
 * સીઝનના 4નાં ચેમ્પિયન થયા હતા રોયલ ટાઇટન્સ
 ( ઓનર અશ્વિન સિંહ).
* રનર્સ -અપ ટીમ પાવર રેન્જર્સ ( ઓનર રાહુલ શર્મા)   
 વ્યક્તિગત એવોર્ડ- પ્લેયર ઓફ ધ સીરીઝ- શ્યામ ( પાવર રેન્જર્સ), બેસ્ટ બેસ્ટ મેન સુનિલ કસવાન( રોયલ ટાઇટન્સ ), બેસ્ટ બોલર- અભિષેક( રોયલ ટાઇટન્સ), બેસ્ટ ફિલ્ડર - આયુષ ( રોયલ ટાઇટન્સ), ફાઇનલ મેન ઓફ ધ મેચ- પ્રિયાંશુ ચૌહાણ રહ્યા હતા. આ બધા જ વિજેતાઓ અને ખેલાડીઓને એમનાખૂબ જ સુંદર આયોજન બદલ અને પુરસ્કાર પ્રાપ્તિ માટે શાળાના શ્રી કૌશિક હરિઆ એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા, શાળાના આચાર્ય શ્રીમતી બિન્ની પોલ તથા શાળાના સ્ટાફ મેમ્બર્સ દ્વારા 'એલ્યુમની વેલફેર' દ્વારા આયોજિત હરિયા પ્રીમિયર લીગ 4.0 ની ટીમનાં ઓનર્સ, ખેલાડીઓને, ટુર્નામેન્ટ ના સ્પોન્સર્સ શ્રી સલીમ ખાન અને અન્ય સ્પોન્સર્સનો હૃદય પૂર્વક આભાર, અભિનંદન પ્રદાન કરે।

Post a Comment

Previous Post Next Post