કેબીએસ એન્ડ નટરાજ કોલેજનું મેડીકલ લેબ.ટેકનોલોજીનું પરિણામ જાહેર।

વાપી: અત્રે ચણોદ કોલોની સ્થીત કેશવજી ભારમલ સુમરીયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપી માં બી.કોમ., બી.એસસી., બી.સી.એ., બી.બી.એ., એમ.કોમ., એમ.એસસી. જેવા વિવિધ અભ્યાસક્રમો ચાલે છે. શૈક્ષણીક વર્ષ ૨૦૨૫-૨૬ માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનીવર્સીટી,સુરત અંતર્ગત માર્ચ/અપ્રિલ ૨૦૨૬ માં લેવાયેલ બી.એસસી.મેડીકલ લેબોરેટરી ટેકનોલોજી ની પરીક્ષાના પરિણામ જાહેર થતા સદર કોલેજના વિધાર્થીઓ બી.એસસી..સેમ.૬ માં ૮.૬૪ SGPA સાથે ચૌધરી સજેદાફાતીમાં કલ્બિઅબ્બાસ પ્રથમ સ્થાન, ૮.૩૬ SGPA સાથે શેખ દાનીયા ઇસરાર એહમદ દ્વિતીય સ્થાન તથા ૮.૧૮ SGPA સાથે ખાન નફીસા ખાતું અશ્ફાક એહમદ તૃતીય સ્થાન પ્રાપ્ત કેરેલ છે. તેમનું નોંધપાત્ર શૈક્ષણિક પ્રદર્શન તેમના સમર્પણ, સખત મહેનત અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ સિદ્ધિ વિદ્યાર્થીઓના અને તેમના પરિવાર માટે સન્માન સાથે સદર સંસ્થાનું ગૌરવ પણ વધારે છે. કોલેજના આચાર્ય ડૉ.પૂનમ બી.ચૌહાણ તેમજ મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને આ પ્રશંસનીય સફળતા માટે હૃદયપૂર્વક અભિનંદન આપે છે અને તેમના ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની શુભેચ્છા પાઠવે છે।

Post a Comment

Previous Post Next Post