ઘરવેરા વિભાગની વિવિધ ટીમ દ્વારા વાપીના ચલા, ડુંગરા, બલીઠા, કુંતા, કરવડ વગેરે વિસ્તારમાં સોસાયટીઓના હોદ્દેદારો અને ચાલી માલિકો સાથે મુલાકાત કરવામાં આવી હતી અને જુનની રીબેટ યોજનામાં નિયમિત 5% રીબેટ સાથે vapicity.in વેબસાઇટથી ઓનલાઈન વેરો ભરવાથી વધુ 1% રીબેટ અપાતું હોવાથી વધુ લાભની યોજનાની માહિતી આપી વેરો ભરવા પ્રોત્સાહિત કરાયા હતા. જેને ફ્લેટધારકો અને ચાલી માલિકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. શુક્રવારે ૨૨૦૦ મિલકત ધારકોએ રૂ.૮૩ લાખનો વેરો જમા કરાવ્યો હતો. જ્ઞાનસૂર્ય સોસાયટી, પંકજ મંજિલ, તુલસી એન્કલેવ, યાસીન મંઝીલ, ફિલાટેક્ષ એપા. વગેરે સોસાયટીના તમામ રહીશોએ પોતાનો વેરો ભરી દીધો હતો. જ્યારે ચાલી માલિકો શિવ મોહન, ભાકેશ કીકુભાઈ, ભાવિન રાજેશભાઈ વગેરેએ પણ પોતાનો વેરો તુરંત ભરી દીધો હતો. ઘરવેરા વિભાગની વિવિધ ટીમ દ્વારા વાપી મહાનગરપાલિકા વિસ્તારની ૭૦ થી વધુ સોસાયટીઓ અને ૯૦ થી વધુ ચાલી માલિકોની મુલાકાત લઇ યોજનાનું પેમ્પલેટ આપી વિગતવાર માહિતી આપી રીબેટનો લાભ લેવા જણાવ્યું હતું. જુનમાં અત્યાર સુધીમાં ૧૭૦૦૦ ફ્લેટધારકોએ વેરો ભરી દીધો છે. જુનના ૨૫ દિવસમાં ૩૫૯૦૦ થી વધુ મિલકત ધારકોએ રૂ.૧૪ કરોડથી વધુનો વેરો ભરી રૂ.૭૧ લાખનું રીબેટ મેળવી લીધું છે. રજાના દિવસો દરમ્યાન પણ બપોર સુધી વેરો સ્વીકારવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જુન માસ પૂર્ણ થવામાં ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે બાકી કરદાતાઓને વહેલી તકે ઓનલાઈન વેરો ભરીને ૬% સુધીના રીબેટનો મહત્તમ લાભ લઈ લેવા યાદીમાં જણાવાયું છે।
વાપી મહાનગરપાલિકા ઘરવેરા વિભાગે પ્રોપર્ટી ટેક્ષની રીબેટ યોજના બાબતે મધ્યમવર્ગના ફ્લેટધારકો અને ચાલી માલિકોને માહિતી આપવા અને લાભ લેવા જાગૃત કરવા એક સપ્તાહ સુધી સંપર્ક અભિયાન કરતાં લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે।
byYashbir Singh
-
0