તારીખ 30 જૂન 2026 ના રોજ સિલવાસા ની લાયન્સ સ્કૂલ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ IT TALENT SHOW - LIONET MINDSPACE 2.0 માં શ્રી એલ જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલ ના વિદ્યાર્થીઓએ ઈ - કોડિંગ, વેબ ડિઝાઇનિંગ અને સ્માર્ટ ઓટોમેશન જેવા વિષયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે. સ્પર્ધામાં 15 કરતાં વધારે સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં શ્રી એલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમની કરામત અને આત્મવિશ્વાસને સ્થાપિત કરી પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું.
BLIXATHON -પ્રથમ ગ્રુપમાં ધોરણ 8 ના વિદ્યાર્થી માસ્ટર યશ પ્રતાપસિંગ અને માસ્તર બાલેશ ઓઝા એ પ્રથમ સ્થાન મેળવ્યું છે.
IOT /SMART AUTOMATION બીજા ગ્રુપમાં ધોરણ નવ ના માસ્ટર પ્રતીક ત્રિપાઠી અને માસ્ટર અમન કુમારે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ROBO RESCUE ARENA - ત્રીજા ગ્રુપમાં ધોરણ 12 ના માસ્ટર હરજશ સિંગ અને માસ્ટર આયુષ પંડિત તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.