નવસારી ડેપો. વલસાડ ડેપો .બીલીમોરા ડેપો. અને વાપી ડેપોને 15 લાખનો ટાર્ગેટ આપવામાં આવેલ જેમાં ફક્ત વાપી ડેપો દ્વારા જ છ ડેપોમાં 15 લાખનો ટાર્ગેટ સર વાપી ડેપો દ્વારા દરરોજ 10 બસ સુરત .3 દાહોદ.2 અમદાવાદ . 1આહવા તેમજ 64 જેટલી ટ્રિપ વાપી દમણ ની એક્સ્ટ્રા કરવામાં આવેલ છે . જ્યારે ધરમપુર ડેપો તેમજ આહવા ડેપો ને ૧૦ લાખનો ટાર્ગેટ આપેલ તેમ છતાં તેઓ સર કરી શકેલ નથી પરંતુ ધરમપુર ડેપો ટાર્ગેટ ની નજીક પહોંચવાનો પ્રયત્ન કરેલ છે સમગ્ર વલસાડ વિભાગમાં વાપી ડેપો આવકમાં પ્રથમ ક્રમ મેળવે છે જ્યારે સમગ્ર ગુજરાતમાં વાપી ડેપો આવકમાં ચોથા નંબર પર આવતો હોય .વલસાડ વિભાગ ના વાપી ડેપોના કર્મચારીઓએ સખ્ત મહેનત કરી ને આ ટાર્ગેટ પૂર્ણ કરેલ છે વિભાગિય નિયામકશ્રી માતૃજા સાહેબ દ્વારા વાપી ડેપોના તમામ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે તેમજ વિભાગીય પરિવહન અધિકારી સ્નેહલ પટેલ દ્વારા તમામ ડેપો નું સુપરવિઝન કરી આ વિભાગ ની એક દિવસ ની 70લાખ ની આવક મેળવેલ છે. વાપી ડેપોના ડેપોમેનેજર શ્રી જયદીપ માંહલા સાહેબ .અરુણભાઈ પટેલ .તેમજ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ દ્વારા ટીમવર્ક થી કામ કરતા મુસાફર જનતાને તેમના ગંતવ્ય સ્થળે પહોંચાડવાનો જે પ્રયત્ન કરેલ છે જે ખૂબ જ સરાહનીય છે આમ ગુજરાતની જનતામાં જે એસ.ટી. વિભાગની સારી છાપ સમાજ માં ઊભી કરવાનો અને સેવા નો મોકો જડપી લીધો છે જેના કારણે વાપી ડેપો ના કર્મચારી એ સેવા પૂરી પાડી ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર નિગમ માં પ્રથમક્રમ અમદાવાદ ના બારેજા ડેપો અને ચોથા ક્રમે વાપી ડેપો આવેલ છે અને વલસાડ વિભાગમાં આવક માં પ્રથમ ક્રમ મેળવેલ છે વધુ આવક લાવનાર ડ્રાઈવર કન્ડક્ટર નું વાપી ડેપો મેનેજર અને સુપરવાઈઝર દ્વારા સન્માન પત્ર આપવાનું નક્કી કરી પ્રોત્સાહિત કરવામાં પણ આવનાર છે।
Tags
@#