9 ઑગષ્ટ 2026 ના રોજ વાપી મલિયાલી વેલફેર એસોસિએશન દ્વારા ફેલોશીપમિશન સ્કૂલ વાપી ખાતે આયોજિત ઇન્ટર સ્કૂલ વકૃત્વ સ્પર્ધા અને ચિત્રકલા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી એલ.જી. હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલના વિદ્યાર્થીઓનું સુંદર પ્રદર્શન રહ્યું . શાળા ના ગૌરવશાળી વિજેતાઓ :
ગ્રુપ 1- વકૃત્વ સ્પર્ધામાં કુમારી પરીધીપાટીલ - ધોરણ 6 તૃતીય ક્રમ.
ગ્રુપ 2. વકૃત્વ સ્પર્ધામાં કુમારી સુનીતા શેખાવત ધોરણ 9, દ્વિતીય ક્રમ.
ગ્રુપ 1, ચિત્રકલા સ્પર્ધામાં માસ્ટર રિષભ પાઠક ધોરણ 7 પ્રથમ ક્રમ અને કુમારી ડિમ્પલ ચૌધરી ધોરણ 6 તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ગ્રુપ 3- માસ્ટર હિતેશ બેરા ધોરણ 11 પ્રથમ ક્રમ અને કુમારી દેબશ્રુતિ મોન્ડલ ધોરણ 11 તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. સફળતાના લીધે ગર્વ અનુભવતા,સ્પર્ધાના બધા વિજેતા વિદ્યાર્થીઓને, શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવે છે।
Tags
@#