વાપીની શ્રી.એલ.જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલને ગર્વ થાય છે।

 વાપીની શ્રી.એલ.જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલને ગર્વ થાય છે।

 કે શાળાના વિદ્યાર્થીઓએ 25મીઓગસ્ટે 2026 ના રોજ જિલ્લા કક્ષાની SGFI બીચ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને શાનદાર પ્રદર્શન કરીને( સ્ટેટ લેવલ ) રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે.

અમારા ગૌરવશાળી સિદ્ધિ મેળવનાર તારલાઓ:-

અંડર-14 છોકરીઓની ટીમ:

કુમારી અદિતિ શર્મા, જિયા ભાનુશાલી અને વૈભવી સિંગે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે.

અંડર-14 છોકરાઓની ટીમ:

માસ્ટર યશ પ્રતાપ સિંગ , સુશાંત સિંગ અને અંશ પવારે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી છે.

અંડર-19 છોકરીઓની ટીમ:

કુમારી પરિધી પાટીલ, અંકિતા માલી અને સુમન યાદવે ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.તમારી મહેનત, સમર્પણ અને સાચી ખેલદિલીએ અમને ગર્વ અનુભવડાવ્યો છે.

આ જ રીતે ઝળહળતા રહો અને સતત સફળતાના નવા શિખરો સર કરતા રહો.

તમામ પ્રતિભાગીઓ વિજેતાઓને,શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશન ચેરમેન શ્રી. એ.કે શાહ અને મેનેજિંગ ટ્રસ્ટ શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં







આવે છે।

Post a Comment

Previous Post Next Post