વાપીની, શ્રી એલ.જી.હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલમાં તા. 5મી સપ્ટેમ્બર2026નાં રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતી નિમિત્તે શિક્ષક દિવસની ખૂબ જ ઉત્સાહ।

આદર અને સન્માન સાથે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ અને તેમના વર્ગ શિક્ષક ના મદદથી ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના સન્માનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય થી થઈ. ત્યારબાદ ગુરુવંદના,વક્તવ્ય, નૃત્ય, નાટક અને ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોના રહેલું મહત્વ અને તેમના યોગદાનને ભાવપૂર્ણ રીતે વ્યક્ત કર્યું હતું.
શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, "શિક્ષક એ માત્ર ભણાવનાર નથી, પરંતુ જીવન ઘડતર કરનાર સાચા માર્ગદર્શક છે."સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે કર્યું હતું.અને શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા તરફથી તમામ શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી।

Post a Comment

Previous Post Next Post