વાપીની,શ્રી એલ જી હરિયા મલ્ટીપર્પઝ સ્કૂલને ખૂબ જ ગર્વ સાથે જણાવતા આનંદ થાય છે।

અમારા પ્રતિભાશાળી યુવા ખેલાડીઓએ તા- 8અને 9 સપ્ટેમ્બર2026 નાં રોજ SGFI દ્વારાઆયોજિત એથ્લેટિક્સ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો. જેમાં,દોડ, કૂદકા તથા થ્રોઈંગ (ફેંકની ) વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાનદાર સફળતા મેળવી છે.
જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયેલા અમારા ગૌરવશાળી વિજેતા વિદ્યાર્થીઓ :-
. અંડર-17 – ધોરણ 10 નાં સત્યમ યાદવે 1500 મીટર અને 3000 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
અંડર-19 – ધોરણ 12 નાં રવિન્દ્ર ગુપ્તાએ 800 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
અંડર-17 –ધોરણ 11નાં હર્ષરાજ સિંગે 400 મીટરની દોડમાં રજત ચંદ્રક મેળવ્યો.
અંડર-19 – ધોરણ 12નાં શૌર્ય પાઠકે, હાઈ જમ્પમાં સુવર્ણ ચંદ્રક અને લોંગ જમ્પમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યા છે.
અંડર-19 – ધોરણ 12 નાં અંશ સિંગે,ડિસ્કસ થ્રોમાં રજત ચંદ્રક મેળવ્યો.
વિજેતા વિદ્યાર્થીનીઓ :-
અંડર-19 –ધોરણ 12ની રિદ્ધિ તિવારીએ,100 મીટર અને 200 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યા.
 અંડર-19 – ધોરણ 12ની નંદિની સિંગે,100 મીટર અને 200 મીટરની દોડમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યા.
અંડર-14 –ધોરણ 7ની આરાધ્યા શુક્લાએ લોન્ગ જમ્પ માં રજત ચંદ્રક મેળવ્યો છે.
આ સર્વ ખેલાડીની મહેનત અને સમર્પણે અમને સૌને ગર્વ અનુભવ કરાવ્યો છે. તેથી અમારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટીસ શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ તથા સ્ટાફ તરફથી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવે છે।

Post a Comment

Previous Post Next Post