આર. કે. દેસાઈ અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં COLR ટેકનિક અંગે લાઈવ ડેમો સેશન યોજાયું।

વાપી, તા. 25 સપ્ટેમ્બર 2026ના રોજ આર. કે. દેસાઈ અંગ્રેજી માધ્યમ સ્કૂલ, વાપી ખાતે COLR ટેકનિક અંગે લાઈવ ડેમો સેશનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ આપત્તિકાળીન પરિસ્થિતિમાં COLR ટેકનિકના મહત્વ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવા તથા તેમને તેની પ્રાયોગિક સમજ આપવાનો હતો.આ કાર્યક્રમનું આયોજન ડૉ. કવિતા અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ મિલેનિયમ હોસ્પિટલ, વાપી ખાતે MBBS ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યા છે તેમજ રોટરી ક્લબ ઓફ વાપીના સક્રિય સભ્ય છે. ડૉ.અગ્રવાલે વિદ્યાર્થીઓને COLR ટેકનિકની જરૂરિયાત, ઉપયોગિતા અને આપત્તિકાળ દરમિયાન તેની અસરકારક અમલવારી અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે લાઈવ ડેમો દ્વારા વિવિધ પરિસ્થિતિઓમાં આ ટેકનિકનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની પ્રાયોગિક રજૂઆત કરવામાં આવી હતી.શાળાના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ સેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું, જેના પરિણામે તેમને COLR ટેકનિકનો પ્રત્યક્ષ અને પ્રાયોગિક અનુભવ પ્રાપ્ત થયો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં આપત્તિકાળીન પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિભાવ આપવા અંગે આત્મવિશ્વાસ અને જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો.આ સમગ્ર કાર્યક્રમ શાળાની પ્રિન્સિપાલ શ્રીમતી રચના સિન્હાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પોતાના પ્રશ્નો પૂછ્યા અને ડૉ. અગ્રવાલ પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ માહિતીસભર અને પ્રાયોગિક સેશન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ સુંદર અને જ્ઞાનવર્ધક કાર્યક્રમના સફળ આયોજન બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહએ સમગ્ર આયોજન ટીમને અભિનંદન પાઠવ્યા હતા।

Post a Comment

Previous Post Next Post