૧/૧૦/૨૦૨૬ ગુરૂવારના રોજ વલસાડ જિલ્લા આચાર્ય સંઘનુ અધિવેશન અને સ્નેહમિલન કાર્યક્રમ।

શ્રી કે.કે. હરિઆ હાઈસ્કૂલ કરવડ વાપી ખાતે વલસાડ જિલ્લા આચાર્ય સંઘના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને શાળાની વિદ્યાર્થીઓ ના સ્વાગત ગીત થી કરવામાં આવી શાળાના આચાર્ય શ્રી દીપક કુમાર એન પટેલે ઉપસ્થિત મહેમાનોનુ પુષ્પગુચ્છ અને શબ્દોથી હાર્દિક સ્વાગત કરી આવકાર્યા કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો.રાજેશ્રીબેન ટંડેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સૌ આચાર્ય મિત્રોને શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન આપ્યું નિવૃત થયેલા આચાર્ય શ્રીઓ્ વિશિષ્ટ કામગીરી કરેલ આચાર્ય તથા જિલ્લામાં શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલ શાળાના આચાર્યશ્રીઓને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને આચાર્ય સંઘ દ્વારા શિલ્ડ આ પી સન્માનિત કરવામાં આવ્યાં તથા ઉપસ્થિત દરેક આચાર્યશ્રીઓને આચાર્ય સંઘ દ્વારા અને નવનીત પ્રકાશન દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી પ્રસંગિક પ્રવચન પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ. તથા અન્વેસક પંકજભાઈ પરમાર. મહિલા ઉપ પ્રમુખ ચેતનાબેન પટેલ આચાર્યશ્રી ભગિની સમાજ હાઈસ્કૂલ દ્વારા કરવામાં આવ્યું સંઘના પ્રમુખશ્રી દ્વારા વર્ષ 2024 થી 2026 દરમિયાન થયેલ વિવિધ પ્રવૃત્તિઓ શૈક્ષણિક અને વહીવટી સેમિનારો. પરીક્ષાનુ સુચારું આયોજન. રાજ્ય અધિવેશન માં સો ટકા ડેલિગેસનતથા કલ્યાણ નીધિ મંત્રી શ્રી ધર્મેશભાઈ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ કોપરલી દ્વારા દરેક સભ્યોનુ કલ્યાણ નીધીમાં સો ટકા રજીસ્ટ્રેશન કરાવવા બદલ એમના કાર્ય નીનોંધ લઇ બીરદાવામાં આવ્યા ત્યારબાદ શૈક્ષણિક વર્ષ 2026 થી 2028 સુધી નવા વરાયેલ પ્રમુખશ્રીઓ દિપક ભાઈ આર પટેલ એસ.એમ.એસ હાઇસ્કુલ ધરમપુર અને શ્રી દિપકકુમાર એન પટેલ આચાર્યશ્રી કે કે હરિઆ હાઈસ્કૂલ કરવડની પ્રમુખ તરીકે વરર્ણી કરવામાં આવી તથા શ્રી કેતનભાઇ પટેલ આચાર્યશ્રી જોરાવાસણ હાઇસ્કુલ અને શ્રી સંજય સિંહ ડોડીયા સાર્વજનિક હાઈસ્કૂલ સાવરમાળ ની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી અને હોદ્દેદારો તથા કારોબારી સભ્યો નીમવામાં આવ્યા સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા નવા વરાયેલ કમિટી સભ્યોને સંઘની એકતા જળવાઈ રહે અને આચાર્યશ્રીઓના જે કોઈ પ્રશ્નો હોય એમને વળી કચેરીના સંકલનમાં રહી નિરાકરણ કરવાનું સૂચન કર્યું અને નવા વરાયેલ દરેક મિત્રોને સંઘ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી કાર્યક્રમનું સંચાલન સ્મૃતિબેન દેસાઈ .આચાર્યશ્રી પરીઆ હાઈસ્કૂલ દ્વારા કામ આવ્યું યજમાન શાળાના આચાર્ય શ્રી એ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો રાષ્ટ્રગીત બાદ સુરુચી ભોજન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું।

Post a Comment

Previous Post Next Post