અમારા વિદ્યાર્થીઓએ ૦5/1૦/2026 ના રોજ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર, ધરમપુર ખાતે “Science and Innovation for Sustainability”." મુખ્ય વિષય પર યોજાયેલી વલસાડ જિલ્લા કક્ષાની - નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC), DST, ભારત સરકારની પહેલ છે, જેને GUJCOST, ગુજરાત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અમને જણાવતા ગર્વ થાય છે કે અમારા વિદ્યાર્થીઓ ધોરણ 9 નાં માસ્ટર અમન કુમાર અને માસ્ટર પ્રતિક ત્રિપાઠીની જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન બાદ સ્ટેટ લેવલ પ્રેઝન્ટેશન માટે પસંદગી થઈ છે.અમારા યુવા વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શકોને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન! પસંદગી પામેલા અમારા વિદ્યાર્થીઓને,શ્રી કૌશિક હરિયા એજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી એ. કે. શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિમલ હરિયા અને શાળાના આચાર્ય શ્રીમતી બીની પૌલ તથા સ્ટાફ વતી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવે છે।
Tags
@#