તારીખ 24ઓક્ટોબર 2026ના રોજ સમર્પણ જ્ઞાન સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ વાપી તરંગિણી દ્વારા “માનવતામાં સંવાદિતા” વિષય પર આયોજિત ઇન્ટર-સ્કૂલ પીસ પોસ્ટર સ્પર્ધામાં અમારા વિદ્યાર્થીઓએ ભાગ લીધો.આ સ્પર્ધામાં ૩ ગ્રુપમાં ૧૧૭ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને અમારા વિદ્યાર્થીઓએ ત્રણેય ગ્રુપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
_અમારા ગૌરવશાળી ચિત્રકલાકાર :_
ગ્રુપ 1- પ્રથમ સ્થાન – ધોરણ 5 ની કુમારી યારા ભંડેરી અને તૃતીય સ્થાન –કુમારી દીક્ષિતા કુમાવતે પ્રાપ્ત કર્યું.
ગ્રુપ 2 માં દ્વિતીય સ્થાન ધોરણ 7 ની કુમારી દીપાલી ત્રિપાઠીએ પ્રાપ્ત કર્યું.
ગ્રુપ 3-પ્રથમ સ્થાન –ધોરણ 7 ની અનાયરા અવસ્થી અને તૃતીય સ્થાન –ધોરણ 8 નાં માસ્ટર સાઈ બાપુ સુરવડેએ પ્રાપ્ત કર્યું.