VNSGU આંતર-કોલેજ કુસ્તી સ્પર્ધામાં KBS અને નટરાજ કોલેજની ગર્લ્સ કુસ્તીબાજોનો દબદબો।

વાપી, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬: અત્રે ચણોદ કોલોની સ્થિત KBS અને નટરાજ કોલેજ, વાપી, તેના વિદ્યાર્થીઓની એક શાનદાર સિદ્ધિ બદલ ગૌરવ અનુભવે છે. આ સિદ્ધિ ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત દ્વારા આયોજિત અને વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ઓફ બિઝનેસ, કોમ્પ્યુટર સાયન્સ એન્ડ રિસર્ચ, ઉમરાખ દ્વારા યજમાની કરાયેલ VNSGU આંતર-કોલેજ કુસ્તી (ગર્લ્સ) સ્પર્ધામાં હાંસલ કરવામાં આવી હતી. કોલેજની કુસ્તીબાજોએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યા હતા અને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. મેડલ વિજેતાઓમાં શિવાની યાદવ (S.Y.B.Sc. Chemistry) – ગોલ્ડ મેડલ; કૃતિકા મિશ્રા (T.Y.B.Sc. Microbiology) ગોલ્ડ મેડલ તેમજ અનુરાધા કુશવાહા, T.Y.B.Com. - સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. દરેક કુશ્તીબાજોને કુશ્તીની તાલીમ, શિશ્તતા, માર્ગદર્શન અને પ્રોત્સાહન રમત ગમતમાં મદદનીસ પ્રાધ્યાપક ડૉ.મયુર પટેલ તેમજ રમતના મદદનીસ શ્રી રોહિત સિંઘ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આમ સમગ્ર યુનીવર્સીટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉ. પૂનમ બી.ચૌહાણ, મેનેજમેન્ટ, અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓએ તમામ મેડલ વિજેતાઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યની રમતગમતની પ્રવૃત્તિઓમાં તેમને સતત સફળતા મળે તેવી શુભેચ્છાઓ આપી હતી।

Post a Comment

Previous Post Next Post