એસ. વી. કોલેજ ઓફ એજ્યુકેશન, કડી ખાતે સ્ટેટ લેવલની ડિજિટલ પોસ્ટર મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી ખાતે આવેલી આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના એફ. વાય. બી. એડના તાલીમાર્થીઓ પટેલ નિધિ અને દેસાઈ ખુશીએ સ્ટેટ લેવલ ડિજિટલ પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું છે.આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધામાં સર્જનાત્મકતા, વિષયની રજૂઆત, ડિજિટલ કૌશલ્ય, કલાત્મક અભિવ્યક્તિ તથા નવીન વિચારોના આધારે પોસ્ટરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશનના પ્રતિનિધિએ પોતાની સર્જનાત્મકતા અને ડિજિટલ કૌશલ્ય દ્વારા સૌનું ધ્યાન આકર્ષિત કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.તેમની આ સિદ્ધિ માટે કોલેજના અધ્યાપક પ્રા. પિયુષ પટેલ દ્વારા તાલીમાર્થીઓને ડિજિટલ પોસ્ટર મેકિંગ ક્ષેત્રે ઉચ્ચ સ્તરે પોંહચાડવા એમનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે મોટો ફાળો રહ્યો છે. આ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ તેમજ કોલેજના આચાર્યશ્રી ડૉ. પ્રીતિ ચૌહાણ, બી. એડ વિભાગના હેડ ડૉ. ગુંજન વશી અને અધ્યાપકગણ તથા સમગ્ર કોલેજ પરિવાર દ્વારા વિજેતા થયેલ તાલીમાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કોલેજના આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારશક્તિ, ટેક્નોલોજીનો સર્જનાત્મક ઉપયોગ અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
Tags
@#