આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી ખાતે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પ્રોવિડન્ટ ફંડ (PF)ના આયોજન હેઠળ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન।

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના માર્ગદર્શન હેઠળ ભ્રષ્ટાચાર પ્રત્યે જાગૃતિ કેળવવા, પ્રામાણિકતા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2026માં આ સપ્તાહની ઉજવણી 27 ઑક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન “સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ (Probity for Prosperity)” વિષયવસ્તુ સાથે કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું . આ સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રામાણિકતા, પારદર્શિતા, જવાબદારી અને ભ્રષ્ટાચારમુક્ત સમાજના નિર્માણ અંગે જાગૃતિ કેળવવાનો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી વિજય કુમાર, રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર–I તથા શ્રી રોહિત સિંહ, રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર–II ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ દ્વારા આ કાર્યક્રમના માધ્યમથી યુવા પેઢીને સત્યનિષ્ઠા અને પ્રામાણિકતાના માર્ગે ચાલવા તથા સમૃદ્ધ અને ભ્રષ્ટાચારમુક્ત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જેમાં પી. એફ. ઓફિસ કમિશનર શ્રી વિજય કુમાર, શ્રી રોહિત સિંહ તથા અધ્યાપક ડૉ. ગુંજન વશી, અધ્યાપક કુંજલ ટંડેલ એ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી. આ સ્પર્ધામાં પ્રિયંકા પુરોહિત પ્રથમ , વૈષ્ણવી ઓઝા દ્વિતીય , ઉર્વશી રાઠોડ તૃતીય અને સિદ્ધી પાંચાલ એ ચતુર્થ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. સર્વ વિજેતાઓને પ્રમાણપત્ર તથા ભેટ આપવામાં આવ્યા. કાર્યક્રમનુ સમગ્ર આયોજન અધ્યાપક ડૉ. રાહુલ ટંડેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા અધ્યાપક સાહિલ કુમાર ધ્વારા સૂત્ર સંચાલન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલનભાઈ દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ , પ્રિન્સીપાલ ડૉ. પ્રીતિ ચૌહાણ અને પ્રિન્સીપાલ સરોજબેન પટેલે અભિનંદન પાઠવી શુભકામનાઓ આપી હતી।

Post a Comment

Previous Post Next Post