સેલવાસમાં ભવ્ય બાળ સંત સમાગમનું આયોજન।

બાળ સંતોએ ભક્તિની અદ્દભુત ઝલક પ્રસ્તુત કરી*

*સંસ્કાર અને આધ્યાત્મિકતાની તરફ પ્રેરક કદમ*

*સેલવાસમાં ભવ્ય નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન*

વાપી, ૩ મે ૨૦૨૫: સેલવાસ સ્થિત કલા કેન્દ્ર હોલ માં નિરંકારી બાળ સંત સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં સુરત સેક્ટર, નોગામા સેક્ટર, ઉમરગામ સેક્ટર, વાપી સેક્ટર, વલસાડ સેક્ટર, કપરાડા સેક્ટર તેમજ દાદરા નગર હવેલી અને દમણ સેક્ટરનાં આસપાસના વિવિધ સ્થળોમાંથી મોટી સંખ્યામાં બાળ સંતો અને તેમના અભિભાવકો ઉપસ્થિત રહ્યા.

આ અવસરે પુણેથી ઉપસ્થિત જ્ઞાન પ્રચારક શ્રી અશોક આહુજાએ ભક્તિની મહત્તા પર પ્રકાશ પાડતાં કહ્યું કે ભક્તિ કોઈ ઉંમરની મોહતાજ નથી, પરંતુ તેને કોઈપણ ઉંમરે અપનાવી શકાય છે. તેમણે બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા પ્રેરક કાર્યક્રમોની પ્રશંસા કરતાં કહ્યું કે આ પ્રસ્તુતિઓએ એ વાત સાબિત કરી દીધી છે કે નાની ઉંમરમાં પણ આધ્યાત્મિકતા અને ભક્તિનો ભાવ વિકસિત કરી શકાય છે.

સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજનો પાવન સંદેશ સંભળાવતા તેમણે ભાવિક ભકતોને પ્રેરિત કર્યા કે તેઓ પોતાના બાળકોને સ્વસ્થ પારિવારિક વાતાવરણ સાથે ઉત્તમ આધ્યાત્મિક માહોલ પણ પૂરો પાડે, જેથી તેમના ચરિત્રનો સમુચિત વિકાસ થઈ શકે અને તેઓ સંત પ્રવૃત્તિવાળા બની શકે. તેમણે એમ પણ કહ્યું કે બાળકોએ અભ્યાસ સાથે સત્સંગની શિક્ષાઓને પણ અપનાવવી જોઈએ અને તેના પર ચાલવાનો પ્રયાસ કરવો જોઈએ.

બાળ અવસ્થાના મહત્ત્વને સમજાવતાં તેમણે કહ્યું કે બાળકો એક દર્પણ સમાન હોય છે. તેઓ પોતાની આસપાસ જે જુએ છે તેને ઊંડાણપૂર્વક સમજીને અપનાવે છે. જો તેઓને પ્રેમ, શાંતિ અને સકારાત્મક વાતાવરણ મળે તો તેઓ તે જ ગુણોને ગ્રહણ કરે છે. જ્યારે નકારાત્મકતા કે કલહનું વાતાવરણ મળે તો તેનો પણ તેમના સંસ્કારો પર અસર પડે છે.

આજના સમયમાં બાળકોના વ્યક્તિત્વ વિકાસ અને સારા સંસ્કારો માટે વિવિધ પ્રકારની ક્લાસીસ યોજવામાં આવે છે, પરંતુ નિરંકારી બાળ સંત સમાગમ જેવા આયોજનો દ્વારા બાળકોનું વ્યક્તિત્વ સહજ રીતે નિખરે છે અને તેમનું ભવિષ્ય ઉજ્જ્વળ બને છે.

સમાગમમાં બાળકોએ લઘુનાટિકા, ગીત, કવિતા અને હરદેવ વાણીના માધ્યમથી બ્રહ્મજ્ઞાનની મહિમાને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કરી. તમામ બાળ સંતોએ પોતાની જવાબદારીઓને સંપૂર્ણ સમર્પણ અને ઉત્સાહ સાથે નિભાવી.

સ્થાનિક સેક્ટરનાં સંયોજક શ્રી વિનોદ માહ્યાવંશીએ સમાગમમાં ઉપસ્થિત તમામ બાળકો, અભિભાવકો, સેવાદળના સભ્યો અને સાધસંગતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આવા આયોજનોનો ઉદ્દેશ્ય બાળકોમાં સેવા, સુમિરણ, સત્સંગ સાથે સાથે સત્ય, એકતા અને ભાઈચારા જેવા નૈતિક તેમજ સામાજિક ગુણોનો વિકાસ કરવાનો છે।

Post a Comment

Previous Post Next Post