આર. કે. દેસાઈ ગ્રુપ ઑફ કોલેજીસ અંતર્ગત આર. કે. દેસાઈ કોલેજ ઑફ કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગ દ્વારા તા. 18 જુલાઈ, 2026 ના રોજ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મક અભિવ્યક્તિ અને સાંસ્કૃતિક પ્રતિભાને પ્રોત્સાહન આપવા *"મોન્સૂન ફેસ્ટ – 2026"* ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં *અમ્બ્રેલા પેઇન્ટિંગ, કોટન કેનવાસ ચિત્રકલા, વેસ્ટ ટુ વન્ડર , બોટલ બૂટિક , રિધમ ઑફ રેઇન – ડાન્સ , રિધમ ઑફ રેઇન – સિંગિંગ તથા મોન્સૂન ફોટોગ્રાફી જેવી આકર્ષક સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન કલ્ચર કમિટી ના મેમ્બર પ્રો . સ્વેતા પટેલ* દ્વારા કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની કલાત્મક, સર્જનાત્મક અને સંગીતમય પ્રતિભાનું મનોહર પ્રદર્શન કર્યું. *વેસ્ટ ટુ વન્ડર* સ્પર્ધામાં પ્રથમ સ્થાન *શિવાની સિંહ (FYBBA)* એ પ્રાપ્ત કર્યું. *અમ્બ્રેલા પેઇન્ટિંગ અને કોટન કેનવાસ ચિત્રકલા* સ્પર્ધામાં પ્રથમ સ્થાન *શુભી તિવારી, મોહાટો ચાંદની (FYB.Com English)* અને *રોહન પટેલ (FYB.Com Gujarati)* એ પ્રાપ્ત કર્યું. *મોન્સૂન ફોટોગ્રાફી* સ્પર્ધામાં પ્રથમ સ્થાન *રિંકલ પટેલ (SYBBA)*, બીજા સ્થાને *ધ્રુવી પટેલ (FYBBA)* અને ત્રીજા સ્થાને *ઓમ સિંહ (FYBBA)* રહ્યા. જ્યારે *રિધમ ઑફ રેઇન* અંતર્ગત ડાન્સ અને સિંગિંગની મનમોહક રજૂઆતથી સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું, જેમાં પ્રથમ સ્થાન *દેવયાની ભાકરે (FYBBA)* અને *સિદ્ધ પટેલ (FYBBA)* એ પ્રાપ્ત કર્યું. *બોટલ બૂટિક સ્પર્ધામાં પ્રથમ સ્થાન યાદવ મેઘા (TYBBA)* એ પ્રાપ્ત કર્યું.
કાર્યક્રમ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર હાજરી આપી અને તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને ઇનામો અર્પણ કરી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવી. *"મોન્સૂન ફેસ્ટ – 2026"* મહાવિદ્યાલયના શૈક્ષણિક અને સાંસ્કૃતિક જીવનમાં એક યાદગાર ઉજવણી તરીકે નોંધાયો.