આર. કે. દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ એન્ડ આર.કે દેસાઈ સ્કૂલ દ્વારા ગુરૂ પૂર્ણિમા દિવસની ભવ્ય ઉજવણી।

આજે સંસ્થામાં ગુરુ પૂર્ણિમા પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા ગુરુવંદના સાથે કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ગુરુના મહિમા પર આધારિત પ્રાર્થના, ગીત, વક્તવ્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ગુરુનું જીવનમાં રહેલું મહત્વ સમજાવતાં જણાવ્યું કે ગુરુ માત્ર જ્ઞાન જ નહીં, પરંતુ જીવનમાં સારા સંસ્કારો, મૂલ્યો અને સાચા માર્ગદર્શનનું પણ પ્રેરણાસ્ત્રોત છે. ગુરુના માર્ગદર્શનથી જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે.
ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સંસ્થામાં બી.એડ. ના પ્રથમ વર્ષ ના તાલીમાર્થી ઓના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. તેમજ વિદ્યાર્થીઓ માટે પોસ્ટર મેકિંગ તથા જયા પાર્વતી વ્રત નિમિત્તે મહેંદી સ્પર્ધા યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. 
વિજેતા સ્પર્ધકોને અભિનંદન પાઠવી પ્રમાણપત્રો અને ઇનામો એનાયત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કલ્ચરલ કમિટી દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અંતે સંસ્થા ના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડિરેક્ટર ડૉ. મિત્તલ શાહ તેમજ વિવિધ વિભાગના પ્રિન્સિપલો, હેડ અને અધ્યાપકો દ્વારા આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા।

Post a Comment

Previous Post Next Post