ધરમપુર: પીએમ શ્રી ઈએમઆરએસ (EMRS) ઓઝરપાડા, ધરમપુર ખાતે શાળાની આંતરમાળખાકીય સુવિધાઓમાં સુધારો લાવવા તેમજ નવા શાળા ભવનના નિર્માણ અંગે 'ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટી'ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન શાળાના સર્વાંગી વિકાસ, વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા તથા ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓએ શાળાની વિવિધ સુવિધાઓની સમીક્ષા કરી અને જરૂરી સુધારા માટે સૂચનો આપ્યા. બાદમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજી તેમના અભ્યાસ, ભવિષ્યના લક્ષ્યો અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને મન લગાવી અભ્યાસ કરવા, પોતાના સપનાઓ સાકાર કરવા તથા જીવનમાં સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા।
Tags
@#