આજ ના સ્પર્ધાત્મક યુગ માં શિક્ષકની તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓ પાસે બધીજ આવડત જરૂરી છે. માત્ર પુસ્તક નું જ્ઞાનથી કશું જ થવાનું નથી. તાલીમાર્થીઓ માં પણ શિક્ષણ ની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ જરૂરી છે. તેથી તાલીમાર્થીઓમાં પડેલી સુસુપ્ત શકિત નો વિકાસ થાય અને તેના ભાગ રૂપે આજે " વર્ષાગીત અને છત્રી ડેકોરેશન "સ્પર્ધાનું આયોજન કરવા મા આવ્યું હતું. જેમાં દરેક તાલીમાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને ખૂબ સરસ વરસાદ આધારિત ગીતો તેમજ છત્રી ડેકોરેશન એજ્યુકેશન થીમ પર તેમજ સર્જનાત્મક શૈલી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતાં. વર્ષાગીતમાં પ્રથમ ક્રમે વૈશાલી ગ્રુપ અને બીજા ક્રમે માનસી ગ્રુપ આવ્યા હતા તેમજ છત્રી ડેકોરેશન જેમાં પ્રથમ ક્રમે પ્રેયસી ગ્રુપ બીજા ક્રમે સ્નેહલ ગ્રુપ અને ત્રીજા ક્રમે નિધિ પટેલ આવ્યા હતાં. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પી. ટી. સી. કોલેજના અધ્યાપકો પ્રા. દિપ પટેલ અને પ્રા. કુંજલ ટંડેલએ ભૂમિકા અદા કરી હતી અને અંતે આચાર્ય ડો.પ્રીતિ ચૌહાણે આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉ. સારિકા પટેલ, ડૉ. વિમુખ પટેલ અને પ્રા. સાહીલ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું.સુંદર કાર્યક્રમ કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડો.મિત્તલ શાહ ,આચાર્ય ડો. પ્રીતિ ચૌહાણ તેમજ કોલેજના સર્વ અધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી।
Tags
@#