વાપી: સ્વતંત્રતા દિવસ અને “હર ઘર તિરંગા” ઉજવણીના ભાગ રૂપે, વંદે માતરમના ૧૫૦ વર્ષ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ અને વાપી મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આજ રોજ તા.૧૩/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ૯.૦૦ કલાકે શ્યામજી કૃષ્ણ વર્મા ચોક થી શહીદ પ્રેમકુમાર પાટીલ ઉધાન સુધી ભવ્ય તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગાયાત્રા નું પ્રસ્થાન અને સંપન્ન ગુજરાત રાજ્યના માન. નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, ગુજરાત સરકાર ની ગરિમામય ઉપસ્થિતિમાં કરવામાં આવી. જેમાં વિવિધ સંસ્થાના આગેવાનો,એન.જી.ઓ. વિવિધ શાળા/કોલેજોના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને નાગરિકો હાજર રહ્યાં. જેમાં સદર કોલેજના પણ ૨૦૦થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લઇ એકતા અને દેશભક્તિનું પ્રદર્શન કરવામાં સહભાગી થયા હતા. આ તિરંગાયાત્રામાં દરેકે દેશભક્તિના નારા લગાવતા અને ગર્વથી "વંદે માતરમ"નો નાદ કરતા એકસાથે કૂચ કરી હતી. આ તિરંગાયાત્રાનો હેતુ યુવાનોમાં દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા, શાંતિ અને જવાબદારીનો સંદેશ ફેલાવવાનો હતો।
Tags
@#